મારૂં તન મળવાને તલપે રે, શામળિયાજી સુખ આપો;૨/૮

પદ ર/૮ ૧૧૧૧
મારૂં તન મળવાને તલપે રે, શામળિયાજી સુખ આપો;
મન વિરહનું મારૂં કલપે રે, પોતાની કરી સ્થાપો. ટેક
તનડાના તાપ બુઝાવી રે, અલબેલા મંદિર આવી રે. પોતાની ૧
ગુણસાગર ગુણ સંભાળી રે, મારા અવગુણ ઉરથી ટાળી રે. પોતાની ૨.
તમે કરુણાસાગર કાવો રે, લટકાળા શું લલચાવો રે. પોતાની ૩.
મને છેટે રહી કાં મારો રે, રસબસ થઇ કારજ સારો રે. પોતાની ૪.
કહે મુક્તાનંદ મુરારી રે, અબળાને આશ તમારી રે. પોતાની ૫.

મૂળ પદ

મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી