રંગભીના રંગના રસિયા રે, ગિરધારી ગોકુળ આવો, ૩/૮

પદ ૩/૮ ૧૧૧૨
રંગભીના રંગના રસિયા રે, ગિરધારી ગોકુળ આવો,
તમે કુબજયા સંગ કેમ વસીયા રે, અમ સાથે બાંધી દાવો.ટેક
તલપે છે અબળા નારી રે, તમે કીધી કુબજ્યા પ્યારી રે. અમ ૧.
મનડાની આંટી ટાળી રે, મનમાની કુબજ્યા કાળી રે. અમ ૨.
તમે કુબજ્યાના વર કાવો રે, શું જગમાં હાસ કરાવો રે. અમ ૩.
કહે મુક્તાનંદ ગુમાની રે, આવડા કેમ થયા નિર્માની રે. અમ ૪.

મૂળ પદ

મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી