તમ સાથે પ્રીતિ બંધાણી રે, નટવર ન્યારી કેમ રહું૫/૮

પદ પ/૮ ૧૧૧૪
તમ સાથે પ્રીતિ બંધાણી રે, નટવર ન્યારી કેમ રહું,
હવે ન ગમે કેની વાણી રે, નટવર ન્યારી કેમ રહું.ટેક
મને વિરહને બાણે મારી રે, તે ખટકે ઉરમાં ભારી રે. નટવર ૧.
દર્શન વિના દુઃખ નવ ભાગે રે, મને વિષ જેવું સઉં લાગે રે. નટવર ૨.
મોરલીમાં કામણ કીધું રે, મારું ચિત્ત ચોરીને લીધું રે. નટવર ૩.
કહે મુક્તાનંદ મુરારી રે, તમ વિન પળ મહાદુઃખ કારી રે. નટવર ૪.

મૂળ પદ

મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી