રસિયાજી રસની રીતે રે, અલબેલા મંદિર આવો, ૮/૮

પદ ૮/૮ ૧૧૧૭
રસિયાજી રસની રીતે રે, અલબેલા મંદિર આવો,
હું તો મોહી તમારે ગીતે રે, અલબેલા મંદિર આવો. ટેક.
મેં તો ફૂલડે સેજ સમારી રે, તમ સંગ રમવા વિરહ ભારી રે. અલબેલા ૧
મારૂં તે સર્વ તમારૂં રે, હું સર્વસ્વ તમ પર વારું રે. અલબેલા ૨
મારે તમ વિન પળ જુગ જેવી રે, મારે લોક લાજ વિષ તેવી રે. અલબેલા ૩.
કહે મુક્તાનંદ દુઃખ હરવા રે, મને કમળા જેવી કરવા રે. અલબેલા ૪

મૂળ પદ

મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી