રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્યારા૧/૫

પદ ૧/૫ ૧૧૧૮
રાગ : ગરબી
રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્યારા. ટેક
રે મોરલીને નાદે મન હરિયું, નેણામાં કામણીયું કરીયું,
ભુલી હું તો પિયર સાસરીયું.. રે પ્રાણજીવન ૧
રે સુંદર મૂરતી મનમાની, દેખી હું તો થઇ છું દિવાની,
છપાડી વાત ન રહે છાની.. રે પ્રાણજીવન ૨.
રે તમ સંગ મન માન્યું વાલા, બોલો છો કેમ થઇને કાલા,
કરો મનગમતું નંદલાલા.. રે પ્રાણજીવન ૩
રે જનમોજનમની હું તમારી, વાલમજી મા દેજ્યો વિસારી, ટેક.
છબી પર મુક્તાનંદ વારી રે પ્રાણજીવન ૪

મૂળ પદ

રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્‍યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી