રે રસીક શિરોમણી બહુરંગી, તમે મારા સાચેરા સંગી.૩/૫

પદ ૩/૫ ૧૧૨૦
રે રસીક શિરોમણી બહુરંગી, તમે મારા સાચેરા સંગી. ટેક..
રે તમ સંગ પ્રીતલડી જોડી, તેડો તિહાં આવું નિત્ય દોડી,
લજજા મેં તો લોકતણી છોડી. રે રસીક.૧
રે હૈડાનો હાર કરી રાખું, વારી તન ધન તમ પર નાખું,
પ્રેમે કરી પૂરણ રસ ચાખું. રે રસીક.૨
રે તન મેં તો તમ અર્થે કરીયું, બીજું મને સર્વે વિસરીયું,
હવે મારૂં મન તમ સંગ ઠરિયું. રે રસીક.૩
રે રસિયા હું રાજ તણી કાવી, પ્રીતિ તમ સાથે કરી ફાવી, ટેક.
થઇ છું મુક્તાનંદના વાલા આવી. રે રસીક.૪

મૂળ પદ

રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્‍યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી