રે છેલ છબીલા છોગાળા, મને વશ કીધી કાનડ કાળા.૪/૫

પદ ૪/૫ ૧૧૨૧
રે છેલ છબીલા છોગાળા, મને વશ કીધી કાનડ કાળા. ટેક..
મોરલીમાં મંત્ર ભણી ભારી, વજાડી છે બેહદ ગિરધારી,
તેણે હરી લીધી શુદ્ધ મારી. રે શ્યામ. રે છેલ.૧
તમ વિના બીજું નથી ગમતું, રહે છે મન તમ સાથે રમતું,
મળ્યા વિના દુઃખડુ નથી શમતું. રે શ્યામ. રે છેલ.૨
ઉરમાં છે આશ ઘણી અમને, જાળવિયું છે જોબન ખાઇ સમને,
હવે ઘણું શું કહીએ તમને. રે છેલ.૩
રસિયાજી રસ રીતિ કીજે, અધર અમૃત પૂર્ણ પીજે, ટેક.
પ્યારા મુક્તાનંદના લાવો લીજે. વ્રજ. રે છેલ.૪

મૂળ પદ

રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્‍યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી