મારો મત કહું તે સાંભળો, વ્રજવાસીજી; તજો સાધનનો ઉર આમળો, વ્રજવાસીજી   1/1

 મારો મત કહું તે સાંભળો, વ્રજવાસીજી;
તજો સાધનનો ઉર આમળો, વ્રજવાસીજી-ટેક.
	ગુરુ સંત તે હરિનું ભજન કરે-વ્ર૦ જે પ્રગટ રૂપ હરિ વિચરે-વ્ર૦ ૧
	ચૈતન્ય સમરસમાં ભેદ ઘણા-વ્ર૦ પરમેશ્વર ઈશ્વર જીવતણા-વ્ર૦ ૨
અન્ય જીવ ને સંતમાં ભેદ ઘણો-વ્ર૦ જેમ ગંગોદક મદિરા તણો-વ્ર૦ ૩
મેં લીલા સુંદર પ્રગટ કરી-વ્ર૦ તેને ગાવી અતિ આનંદ ભરી-વ્ર૦ ૪
	અંતકાળે આવું દાસ કને-વ્ર૦ રથ અશ્વ વિમાન વા સંત તને-વ્ર૦ ૫
	તે લીલા પૂરણ પ્રીતશું-વ્ર૦ કહેવી સાંભળવી રસ રીતશું-વ્ર૦ ૬
જો રહેશો દાસના દાસ થઈ-વ્ર૦ સુખ માનીશ ભક્તિ કરીશ સઈ-વ્ર૦ ૭
મારા લોક ને મૂર્તિ માહેરી-વ્ર૦ છે પરમ સત્ય ગુણ બાહેરી-વ્ર૦ ૮
	એને અસત્ય કહી જે જાણે છે-વ્ર૦ તેને જમ ઊંધે શિર તાણે છે-વ્ર૦ ૯
	મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે-વ્ર૦ સમર્થ કરી ગુણડા ગવાય છે-વ્ર૦ ૧૦
મારી દૃષ્ટિએ જગત ઊપજે શમે-વ્ર૦ થઈ રૂપ અનેક માયા રમે-વ્ર૦ ૧૧
હું સદા રહું સત્સંગમાં-વ્ર૦ હું રાચું તેહના રંગમાં-વ્ર૦ ૧૨
	સત્સંગ તજી જે જાય છે-વ્ર૦ તે જમના કિંકર થાય છે-વ્ર૦ ૧૩
	હું રહું બ્રહ્માંડમાં રૂપ ધરી-વ્ર૦ નૃપ જોગી વિપ્રને અનુસરી-વ્ર૦ ૧૪
એવો મારો મત જે જાણશે-વ્ર૦ મુક્તાનંદ મહાસુખ માણશે-વ્ર૦ ૧૫
 

મૂળ પદ

મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી, તજો સાધનનો ઉર આમળો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી