તમે નટવર મૂર્તિ નંદલાલા મર્માળાજી, તમે વ્રજવનીતાને છો વાલા૨/૫

પદ ર/૫ ૧૧૨૪
તમે નટવર મુર્તિ નંદલાલા મર્માળાજી, તમે વ્રજવનીતાને છો વાલા....ટેક.
તમે નંદકુવર થઇને નાના, અમ કારણ વ્રજ વસીયા છાના. મર્માળાજી.૧
રજનીમાં અમ ઘર આવિયા, મોહનજી મન ઘણું ભાવિયા. મર્માળાજી.૨
ધર્યા શ્વેત વસ્ત્ર શોભા સારી, નિરખી જાઉં વાલમ પર વારી. મર્માળાજી.૩
ઉર પર અનોપમ વનમાલા, તેને મોહી રહી વ્રજની બાલા. મર્માળાજી.૪
કર કંકણ પુષ્પતણાં ધર્યા, લટકાળાં લટકે મન હર્યા. મર્માળાજી.૫
સાકાર રુપ સત્ય સ્થાપીયું, રજની સંગ રહી સુખ આપીયું મર્માળાજી.૬
રંગરેલ વાળી રજની સારી, મુક્તાનંદ કહે મુખ પર વારી. મર્માળાજી.૭

મૂળ પદ

મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી, તજો સાધનનો ઉર આમળો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી