પ્રાત: સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે ૧/૪

પ્રાત: સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે;
	નલવટ રેખા નૌતમ નિરખી, અંતર સુખિયા થાઈએ રે	...પ્રાત:૦ ૧
દક્ષિણ ગૌર કપોળે તિલનું, શ્યામ ચિહ્ન ચિત્ત લાઈએ રે;
	શ્રવણ વામમાં શ્યામ બિંદુ જોઈ, કામ ધામ વિસરાઈએ રે	...પ્રાત:૦ ૨
સુંદર શ્યામ જગાડયા સારુ, ઘેરે સાદે ગાઈએ રે;
	ભ્રકુટી ભાલ તિલકને ભાળી, પરમાનંદ સુખ પાઈએ રે	...પ્રાત:૦ ૩
નંદજીને આંગણિયે નિત્ય નિત્ય, જાતાં નહીં લજાઈએ રે;
	બ્રહ્માનંદ કહે ભાગ્ય હોય તો, કૃષ્ણતણા કહેવાઈએ રે	...પ્રાત:૦ ૪
 

મૂળ પદ

પ્રાત: સમે મારા પ્રાણજીવનનું

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયાના પદો
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પ્રભાતિયા - ૨
Studio
Audio
0
0