તમે અમ કારણ વ્રજ આવીયા, અલબેલાજી સર્વે વ્રજ વનિતાને ભાવિયા૩/૫

પદ ૩/૫ ૧૧૨૫
તમે અમ કારણ વ્રજ આવીયા, અલબેલાજી સર્વે વ્રજ વનિતાને ભાવિયા અલબેલાજી.ટેક.
તમે સુખ આપ્યું સહુ સાથને, હું વારી ગોપીનાથને. ગિરધારી. ..અલ.૧
તમે વૃંદાવનમાં વનમાલી, કરો ખેલ વજાડો કર તાલી. ..અલ.૨
તમે જનકારણ વન જાઓ છો, તમે ગોવાળા સંગ ગાઓ છો. ..અલ.૩
તમે જમણવાર જુગતે કર્યો, તમે બિભત્સ્ય રસ ઘણુ વિસ્તર્યો..અલ.૪
તમે બ્રહ્માદિકને ભુલાડીયા, ઘણી જુગતે ગોપ જમાડીયા. ..અલ.૫
ઋષિ પત્નીનો રંગ રાખીયો, શ્રવણે સુણ્યો રસ ચાખીયો. ..અલ.૬
અમે ચરણ તમારા ઉર ધરીયા, કહે મુક્તાનંદ મહાસુખ કરીયા. ..અલ.૭

મૂળ પદ

મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી, તજો સાધનનો ઉર આમળો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી