મારૂં શ્યામળા સંગાથે મન મોહ્યું રે, મેં તો જુઠું જગ સગપણ ખોયું૧/૪

પદ ૧/૪ ૧૧૨૮
રાગ : ગરબી ૧
મારૂં શ્યામળા સંગાથે મન મોહ્યું રે, મેં તો જુઠું જગ સગપણ ખોયું રે. ૧
મને કાનજી કોડિલે દયા કીધી રે, મને પોતાની કરી લીધી રે. ૨
મારૂં ઉદય થયું ભાગ્ય સુખકારી રે, વર વરિયા મેં કુંજવિહારી રે. ૩
મારે નટવર સંગ થયો નેડો રે, ભવપાર થયો છે મારો બેડો રે. ૪
હું તો અખંડ એવાતન પામી રે, મળ્યા મુક્તાનંદના સ્વામી રે.૫

મૂળ પદ

મારૂં શ્યામળા સંગાથે મન મોહ્યું રે, મેં તો જુઠું જગ સગપણ ખોયું

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી