મારે પ્રભુજી સંગાથે લાગી પ્રીતિ રે, એ છે અતિ ઉત્તમ રસ રીતિ ૨/૪

પદ ર/૪ ૧૧૨૯
મારે પ્રભુજી સંગાથે લાગી પ્રીતિ રે, એ છે અતિ ઉત્તમ રસ રીતિ રે. ૧
મને રસિકની રીતડી જણાણી રે, જેમ હંસ દૂધ પીવે તજી પાણી રે. ૨
એવી રીતે હું રસિલા સંગે રાચી રે, પ્રીતિ પાતળા સંગાથે કરી સાચી રે. ૩
જુઠું જગતનું સગપણ ટાળી રે, વર વરિયા મોહન વનમાળી રે.૪
હું તો પ્રેમે અખંડ સુખ પામી રે, મળ્યા મુક્તાનંદના સ્વામી રે.૫

મૂળ પદ

મારૂં શ્યામળા સંગાથે મન મોહ્યું રે, મેં તો જુઠું જગ સગપણ ખોયું

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી