મને રસિયો મોહન ઘણું પ્યારા રે, એક નિમિષ ન મેલું ન્યારા રે૩/૪

પદ ૩/૪ ૧૧૩૦
મને રસિયો મોહન ઘણું પ્યારા રે, એક નિમિષ ન મેલું ન્યારા રે. ૧
મેં તો લોકડાંની લજજા ટાળી રે, મને લાગી છે ત્રિકમસંગ તાળી રે. ૨
એની આંખડી અધિક અણિયાળી રે, જોતાં મનમાં વશ્યા વનમાળી રે. ૩
મારે બેલડી બંધાણી હરિ સંગે રે, હું તો રિઝિ રહી રસિયાને રંગે રે. ૪
કરી કરુણા ગ્રહી છે મને હાથે રે, વાલે મુક્તાનંદને નાથે રે. ૫

મૂળ પદ

મારૂં શ્યામળા સંગાથે મન મોહ્યું રે, મેં તો જુઠું જગ સગપણ ખોયું

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી