મેં તો સગપણ કીધું હરિ સંગે રે, અતિ આનંદ વાધ્યો છે મારે અંગે રે૪/૪

પદ ૪/૪ ૧૧૩૧
મેં તો સગપણ કીધું હરિ સંગે રે, અતિ આનંદ વાધ્યો છે મારે અંગે રે. ૧
મારા પુણ્યનો પાર ન આવે રે, મને રસિયોજી હસિને બોલાવે રે. ૨
મારો જનમ સુફળ કર્યો વાલે રે, આપ્યો અખંડ સુહાગ નંદલાલે રે.૩
મને રસિયાનો રંગ ચડ્યો ભારી રે, હું તો થઇ રહી જગથી ન્યારી રે.૪
હું તો અતિશય આનંદ પામી રે, મળ્યા મુક્તાનંદના સ્વામી રે.૫

મૂળ પદ

મારૂં શ્યામળા સંગાથે મન મોહ્યું રે, મેં તો જુઠું જગ સગપણ ખોયું

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી