યમુનાં તટ ગોકુળ ગામ રે, એ છે પૂર્ણાનંદનું ધામ રે.૧/૪

પદ ૧/૪ ૧૧૩૨
રાગ : ગરબી ૩
યમુનાં તટ ગોકુળ ગામ રે, એ છે પૂર્ણાનંદનું ધામ રે. ૧
તહાં ગિરધર ગોપીયોને સંગે રે, કરે ખેલ રમે બહુ રંગે રે. ૨
કયારેક અનુભવ વાર્તા ઉચ્ચારે રે, સુણી ગોપી ગોપાળ મન ધારે રે. ૩
દેહ દેહિનુ રૂપ દર્શાવે રે, તેમાં સત્ય સ્વરૂપ સમજાવે રે. ૪
કયારેક વનમાં જઇને વનમાળી રે, ગાય ગિરિધર દઇ કરતાળી રે. ૫
કયારેક લઇ કર દડુલો દયાળ રે, છોડે સખાને ચુકે જો તાલ રે.૬
કયારેક શિર પર ચરણ લગાડે રે, કયારેક કર ગ્રહિ કાનજી જગાડે રે. ૭
કોઇ ધ્યાન ધરી રહે જો ગોવાળ રે, હસે દડુલો દઇને દયાળ રે.૮
બે દડુલા વિરાજે જેને હાથ રે, એ છે અખિલ ભુવનના નાથ રે.૯
એવી લીલા કરતો લટકાળો રે જુવે મુક્તાનંદ મર્માળો રે.૧૦

મૂળ પદ

યમુનાં તટ ગોકુળ ગામ રે, એ છે પૂર્ણાનંદનું ધામ રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી