એક સમે વાલો રંગભર રમે રે, જોઇ વ્રજવાસિને ઘણુ ગમે રે૩/૪

 પદ ૩/૪ ૧૧૩૪

એક સમે વાલો રંગભર રમે રે, જોઇ વ્રજવાસિને ઘણુ ગમે         રે. ૧
નાચે નાથને વજાડે કર તાળી રે, ફરે ફુદડી રસિયો રૂપાળી         રે. ૨
ચડે ચરણે ચંદન શુભ હાર રે, ધન્ય ધન્ય નિત્ય નવલા વિહાર   રે.૩
શોભે ઉઘ્વરેખા અતિ પ્યારી રે, જાઉં નિરખી હું બલહારી            રે. ૪
નખપંગતિ નિરખી મન લોભે રે, સાદી ગૂડકી પેરીને ઘણા શોભે      રે. ૫
કટી કસુંબલ ફેંટે કરી કસી રે, જેણે જોયા તેને મન રહ્યા વસી          રે. ૬
શિર લાલ સોરંગી ફેંટો રાજે રે, પીળા પુષ્પના તોરા છાજે                 રે. ૭
કાજુ કેવડા તે કુંકુમે રંગી રે, ધરી છોગલાં ને નાચે નવરંગી              રે.૮
ઉર અનુપમ હાર સાર લે'કે રે, ચુવા ચંદન અત્તર અંગ બે'કે             રે.૯
એવા અંગોઅંગ શોભાધામ રે, ગાય મુક્તાનંદ ગુણધામ                   રે.૧૦ 

મૂળ પદ

યમુનાં તટ ગોકુળ ગામ રે, એ છે પૂર્ણાનંદનું ધામ રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી