પ્રાતઃ સમે પાતળિયા કેરું કોડે દર્શન કરીએ રે ..૨/૪

પ્રાત: સમે પાતળિયા કેરું, કોડે દર્શન કરીએ રે;
	મહા મનોહર નૌતમ મુરતિ, લોચનિયામાં ધરીએ રે	...પ્રાત:૦ ૧
જગજીવનને જગાડવા સારુ, મંદિરિયામાં ગરીએ રે;
	માત જશોમતી રીસ કરે તોય, નિરખીને નિસરીએ રે	...પ્રાત:૦ ૨
શામળિયાને સારુ સજની, લોકલાજ પરહરીએ રે;
	હોંશેથી હડસેલા ખાઈએ, નંદજીની ઓસરીએ રે	...પ્રાત:૦ ૩
પૂરવ ભવનાં પુણ્ય હોય તો, વાલમજીને વરીએ રે;
	બ્રહ્માનંદ કહે કહાનકુંવરને, કેડે કેડે ફરીએ રે	...પ્રાત:૦ ૪
 

મૂળ પદ

પ્રાત: સમે મારા પ્રાણજીવનનું

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
0
0