જીરે મારાં પુણ્યતણો નહિ પાર મોહનવર મુજને મળ્યા, ૨/૨

 પદ ર/૨ ૧૧૪૧

 
જીરે મારાં પુણ્યતણો નહિ પાર મોહનવર મુજને મળ્યા,  ટેક.
જીરે કરી અમ ઉપર ઘણી મહેર બોલે પોતાને પોતે પળ્યા. 
જીરે કીધી સેવકજનની સાર કાનડ વર કોડામણે,
જીરે એનાં નિરખ્યાં જેવાં નેણ નિરખી નિરખી જાઉં ભામણે. 
જીરે સાંભળવા સરખાં વેણ સાંભળતાં ચિત્ત ઠરે.
જીરે વાલો નટવર નવલી પેર લીલા અલૌકિક નિત્ય કરે.
જીરે મેતો પ્રેમે પીયુનો હાથ ઉર ધરિ હારદ જાણીયું,
જીરે લીધા ઉર ઉપર અલબેલ મનગમતું સુખ માણીયું. 
જીરે મને મુખથી દીધો તંબોળ અધર અમૃતરસ પાઇને,
જીરે બેની સેજલડીનાં સુખ મુખથી તે ન શકું ગાઇને. 
જીરે એ તો વિરહિને હરિશું વિહાર અમૃતરસ મુનિ ગાય છે,
જીરે મુક્તાનંદ મુર્ખ લોક તેહને તો વિષ સમ થાય છે. ૬ 

મૂળ પદ

જીરે ધન્ય ધન્ય આ ભૂમિનાં ભાગ્‍ય કૃપાનિધાન કૃપા કરી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી