મારી અરજી અંતર ધારો રે, મોહન મનગમતા, ૪/૪

પદ ૪/૪ ૧૧૪૫

મારી અરજી અંતર ધારો રે, મોહન મનગમતા,

વેગે કામિનીનું કારજ સારો રે. ટેક.

મારું તનડું તપે છે તમ કાજ રે, ઘણું કહેતા લાગે છે લાજ રે. મોહન.૧

મને પળ જુગ જેવી થાય રે, તમ વિના ક્ષણ ન રહેવાય રે.... મોહન.૨

આવો પ્રેમે અધરરસ પીજે રે, મુક્તાનંદ પર કરુણા કીજે રે.... મોહન.૩

મૂળ પદ

મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શામળિયા

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી