મનોહર મૂરતિ (૨) મારા મનમાં ચોંટી માવ, સુંદર શ્યામ મનોહર મૂરતિ ૧/૪

મનોહર મૂરતિ (૨) મારા મનમાં ચોંટી માવ;
			સુંદર શ્યામ મનોહર મૂરતિ...ટેક.
સુંદર પાઘ સોયામણી શોભે, સુંદર ભાલ વિશાળ;
	સુંદર નેણની સાનમાં, મારું મન હર્યું તતકાળ...સુંદર૦ ૧
હિંડળતો શુભ હાર ગળામાં, જોઈને જાદવરાય;
	મનડું મોહન ભેટવા, મારું અતિ ઘણું અકળાય...સુંદર૦ ૨
ચટકા કરતી ચાખડી પે’રી, ચાલો છો સુંદર શ્યામ;
	મોહન આડી મીટમાં, કીધું ઘેલું ગોકુળ ગામ...સુંદર૦ ૩
મુખ જોયા વિન સુખ નહિ, લાગી રટના આઠો જામ;
	મુક્તાનંદના નાથજી, હું તો ભૂલી ઘરનું કામ...સુંદર૦ ૪
 

મૂળ પદ

મનોહર મૂરતિ (૨) મારા મનમાં ચોંટી માવ

મળતા રાગ

વેરાડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


મનોહર મૂર્તિ
Studio
Audio
0
0