કીધી મેં તો પ્રીતડી (૨) તમ સાથ કોડીલા કા’ન, સાચા સેણશું કીધી પ્રીતડી ૨/૪

કીધી મેં તો પ્રીતડી (૨) તમ સાથ કોડીલા કા’ન;
			સાચા સેણશું કીધી પ્રીતડી...ટેક.
ચાત્રકની પેર શ્યામળા મારી, તમશું બાંધી ટેક;
	વાલમજી તમને વરી, હું તો સમઝી સાર વિવેક...સાચા૦ ૧
મોરલડીના નાદમાં, મારું ચિત્ત થયું ચકચૂર;
	મોહન લાગી મોહની, હવે રહી ન શકું દૂર...સાચા૦ ૨
સુપન તુલ્ય સંસારિયો, મારા મનમાં ભાશો માવ;
	તમ સાથે મન માનિયું, મારા નેહ વધારણ નાવ...સાચા૦ ૩
જીતનો ડંકો વાગિયો, મારે નેહ થયો તમ સંગ;
	મુક્તાનંદના નાથજી, હું તો રાચી તમારે રંગ...સાચા૦ ૪
 

મૂળ પદ

મનોહર મૂરતિ (૨) મારા મનમાં ચોંટી માવ

મળતા રાગ

વેરાડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી