નટવર નાથજી નટવર નાથજી, આવો મંદિર મારે માવ, ૩/૪

પદ ૩/૪ ૧૧૪૮

નટવર નાથજી નટવર નાથજી, આવો મંદિર મારે માવ,

નાગર છેલ છબીલા નાથજી. ટેક

સેજ સમારી ફૂલડે સુંદર, કોડીલા તમ કાજ,

તમ અરથે તનડું કર્યું, મેં તો વાલમજી વ્રજરાજ. નાથજી ૧

લોકડીયાની લાજમાં હું તો નથી બંધાણી નાથ,

છેલ છબીલા શ્યામળા, મારો માવ ગ્રહ્યો તમે હાથ. નાથજી ૨

શું કહી દાખું શ્યામળા મોહન, છો ઘણું જાણ સુજાણ,

મીનની પેર્યે માવજી, મારા તમશું બાંધેલ પ્રાણ. નાથજી ૩

જીવનદોરી જાદવા મારી, કેમ રહું પળ દૂર

મુક્તાનંદના નાથજી, હવે રહું નેણ હજુર. નાથજી ૪

મૂળ પદ

મનોહર મૂરતિ (૨) મારા મનમાં ચોંટી માવ

મળતા રાગ

વેરાડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી