મારે મન માન્યો રે, મોહન મોરલીવાળો, કસુંબલ પાઘ કેસરિયો જામો ૬/૧૦

મારે મન માન્યો રે, મોહન મોરલીવાળો...ટેક.
કસુંબલ પાઘ કેસરિયો જામો, નીરખી નયણનો ચાળો...મારે૦ ૧
કોઈ કહેશે તમે શું લઈ બેઠા, કુળનો ધરમ ન પાળો...મારે૦ ૨
ત્રિભુવનમાં એવી નારી ન દેખું, ન ચળે જોઈ કાન કાળો...મારે૦ ૩
જેને વર્યે જમ ત્રાસ ન નાશે, તે વરને લઈ બાળો...મારે૦ ૪
એવું વિચારી લાડકડી લક્ષ્મી, વરી મોહન મરમાળો...મારે૦ ૫
મુક્તાનંદ મોહન વર મળતાં, ઢળ્યો અલૌકિક ઢાળો...મારે૦ ૬
 

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી