મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને, હાવ ભાવ કરી હેત ઘણેરું ૧/૧૦

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને...ટેક.
હાવ ભાવ કરી હેત ઘણેરું, કામણગારું કહીને...મારું૦ ૧
છોકરડે છેતરિયાં સજની, વીઠ્ઠલે વ્રજમાં રહીને...મારું૦ ૨
વિરહનો તાપ દીધો વાલીડે, મોહન મથુરા જઈને...મારું૦ ૩
ધરના એ નોતા ધુતારા, આવડયું ઉપદેશ લઈને...મારું૦ ૪
ધૂર્તપણું અધૂર્તામાં પેઠું, ધૂતીને સંગે થઈને...મારું૦ ૫
મુક્તાનંદ મોહન વિના વ્રજમાં, કેમ રહેશું દુ:ખ સઈને...મારું૦ ૬
 

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી