ધરનો એ છે રે, ધૂર્તપણામાં પૂરો, કુબજાને કોઈ દોષ મ દેજો ૨/૧૦

ધરનો એ છે રે, ધૂર્તપણામાં પૂરો...ટેક.
કુબજાને કોઈ દોષ મ દેજો, નહીં વ્રજચંદ અધૂરો...ધર૦ ૧
વૃંદાનું વ્રત ભંગ કરાવ્યું, તે દિનો છળમાં શૂરો...ધર૦ ૨
એને જે અનુસરિયાં સજની, જ્યાં જીવો ત્યાં ઝૂરો...ધર૦ ૩
સુર્પણખાનું નાક છેદાવ્યું, એવો સદાય અલૂરો...ધર૦ ૪
અમશું પ્રીત કરી એણે પેલી, રહેતો હંમેશ હજૂરો...ધર૦ ૫
મુક્તાનંદ મતલબનો ગરજુ, ગર્જ સર્યે ગયો દૂરો...ધર૦ ૬
 

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી