બાળ સનેહી રે, મોહન મુજને ગમતા, મથુરા જઈ મોંઘા થઈ બેઠા ૩/૧૦

બાળ સનેહી રે, મોહન મુજને ગમતા...ટેક.
મથુરા જઈ મોંઘા થઈ બેઠા, પહેલાં તો ભેળા ભમતા...બાળ૦ ૧
આજ તો અમને દર્શન દુર્લભ, જોડે બેસીને જમતા...બાળ૦ ૨
અણતેડયા વાંસે આવીને, રસિયો રંગભર રમતા...બાળ૦ ૩
જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા...બાળ૦ ૪
જોગી જેવો વેશ જણાવી, દેહ પ્રાણને દમતા...બાળ૦ ૫
મુક્તાનંદ મોહનની લીલા, રાખતા શીલ ને સમતા...બાળ૦ ૬
 

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
2
1