મારે ઘેર રહેજ્યો રે, રસિયા રંગભર રમતા૧૦/૧૦

પદ ૧૦/૧૦ ૧૧૬૩

મારે ઘેર રહેજ્યો રે, રસિયા રંગભર રમતા.ટેક

શોકલડીને વેણે વાલીડા, ભૂધરજી રખે ભમતા. મારે ૧

જે જોઇએ તે આણી આણી આપું, મેવા મીઠાઇ જમતા. મારે ૨

વણ વાંકે વઢજ્યો વાલમજી, દરદ લગાડી દમતા. મારે ૩

વાંકુ વેણ ન બોલું વ્હાલાને, ચિત્તમાં લાવીશ સમતા. મારે ૪

એક પગભર અમે ઉભલાં રહેશું, મુકીને મનની મમતા. મારે ૫

મુક્તાનંદ કહે મોજ કરોને, છો ગિરધર મનગમતાં. મારે ૬

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
શિવરંજની
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0