મારે મંદિર આવો માવ, તમ પર વારી રે, .૮/૯

પદ ૮/૯ ૧૧૭૧

મારે મંદિર આવો માવ, તમ પર વારી રે, .

મેં તો તમ સંગ રમવા કાજ, સેજ સમારી રે.ટેક

મેં તો તમને અરપ્યું તન, શ્યામ સુહાગી રે, .

મારો હાથ ગ્રહો મહારાજ, કરો બડભાગી રે. મારે ૧

મારા મનમાં મોટી આશ, તે તમે જાણો રે, .

મારૂં મનગમતું કરી માવ, મોજું માણો રે. મારે ૨

વ્હાલા અધર અમૃતની આશ, પ્યાસ બુઝાવો રે, .

મને ભેટ્યાનો બહુ ભાવ, મંદિર આવો રે મારે ૩

તમે બ્રહ્માદિકના ભૂપ, શું ઘણું કહીયે રે, .

મુને આપો અખંડ સુહાગ, સ્થિર થઇ રહીયે રે. મારે ૪

બીજા અબળા જીવ અનેક, પતિ તમે પ્યારા રે, .

મુક્તાનંદ કહે મહારાજ, રહો કેમ ન્યારા રે. મારે ૫

મૂળ પદ

સખી ધન્ય ધન્ય વ્રજનો વાસ, ધન્ય નંદરાણી રે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી