મારે તમ સંગ પૂરણ પ્રીત, બીજે ન રાચું રે૯/૯

પદ ૯/૯ ૧૧૭૨

મારે તમ સંગ પૂરણ પ્રીત, બીજે ન રાચું રે,

હું તો તમ વિના સગપણ શ્યામ, ગણું સર્વે કાચું રે.ટેક

મેં તો લોકની લાજ મરજાદ, સઘળી તોડી રે,

મેં તો શિર સાટે તમ સંગ, પ્રીતિ જોડી રે. મારે ૧

હું તો સ્વપ્ના તુલ્ય સંસાર, સઘળો દેખું રે,

હું તો તમ વીના બીજું કાંઇ, સત્ય ન લેખું રે. મારે ૨

તારી લાવણ્યમાં નંદલાલ, હું લોભાણી રે,

મુને ગમતી નથી ઘરમાંય, કેની વાણી રે. મારે ૩

મારે પળ જુગ જેવી થાય, તમ વિના વ્હાલા રે,

મુને કાંઇ ગમે નહિ કામ, શ્રી નંદલાલા રે. મારે ૪

રહેજ્યો નયણું આગળ નાથ, આવાને આવા રે,

મુક્તાનંદ કહે મહારાજ, નહિ દેઉ જાવા રે. મારે ૫

મૂળ પદ

સખી ધન્ય ધન્ય વ્રજનો વાસ, ધન્ય નંદરાણી રે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી