જાઇશ હું તો જમુના જળ ભરવા રે.૧/૪

પદ ૧/૪ ૧૧૭૭
રાગ : ખંભાતી
 
જાઇશ હું તો જમુના જળ ભરવા રે. ટેક.
એક પંથ બે કામ છે મારે, મોહનનું દરશન કરવા રે.  જાઇશ ૧.
જમનાંને તીરે વાલો વેણ વજાડે, માનીનીયોનાં મનડાં હરવા રે.  જાઇશ ૨.
રસિકરાયનું રૂપ જોઇને, ચરણ કમળ ચિત્તડું ધરવા રે.  જાઇશ ૩.
મુક્તાનંદના નાથને સેવિશ, મનવાંછિત કારજ સારવા રે.  જાઇશ ૪ 

મૂળ પદ

જાઇશ હું તો જમુના જળ ભરવા રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી