મોહન સંગ મોહ્યું છે મન મારૂં રે.૨/૪

પદ ર/૪ ૧૧૭૮

મોહન સંગ મોહ્યું છે મન મારૂં રે. ટેક.

નંદનંદન વ્રજરાજ પ્રિયા વિના, શિર પર બીજો નહિ ધારૂં. મોહન. ૧

રૂપ અલૌકિક રસિકરાયનું, જોઇને થયું છે સર્વે ખારૂં રે. મોહન. ૨

મરમાળાના મુખ પંકજ પર, તન, મન, ધન સરવશ વારૂં રે. મોહન. ૩

મુક્તાનંદના નાથ હૈયાનો, હાર પલક નહિ વિસારૂં રે.મોહન ૪

મૂળ પદ

જાઇશ હું તો જમુના જળ ભરવા રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી