મોહન મારૂં લીધું છે મનડું હરિ રે, ૪/૪

પદ ૪/૪ ૧૧૮૦

મોહન મારૂં લીધું છે મનડું હરિ રે, ટેક

મીઠાં મીઠાં વેણ કહી મરમાળાં, નેણની સાનમાં જાદુ કરી રે. મોહન૧

રસીક છેલવર જોઇ રંગ લાગ્યો, લોકલજજા સર્વે વિસારી રે. મોહન૨

પ્રીતની રીત હું પ્રીછિ અલૌકિક, ભવસાગરમાં ન આવું ફરી રે. મોહન ૩

મુક્તાનંદનો નાથ નવલ પ્રિયા, વિગતે કરીને વ્રજરાજ વરી રે. મોહન ૪

મૂળ પદ

જાઇશ હું તો જમુના જળ ભરવા રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી