મને રંગ ચડ્યો છે તમારો, તેણે સુફળ જનમ થયો મારો૪/૪

પદ ૪/૪ ૧૧૮૪

મને રંગ ચડ્યો છે તમારો, તેણે સુફળ જનમ થયો મારો. ૧

તમે બ્રહ્માદિકના સ્વામી, મને પ્રકટ મળ્યા બહુનામી. ૨

મારે આનંદ અંગ અપાર, તમને નિરખી નંદકુમાર. ૩

મારે આજ આનંદ ઝડી લાગી, રસિયા તમશું અનુરાગી. ૪

મુક્તાનંદ કે પ્રીતમ પ્યારા, તમને નિમિષ ન મેલું ન્યારા. ૫

મૂળ પદ

રસિયાવર કુંજવિહારી, હું તો વાલમ તમ પર વારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી