આવો નટવર નંદ દુલારા રે, મને પ્રાણ થકી છો પ્યારા રે૧/૪

પદ ૧/૪ ૧૧૮૫

રાગ : ધોળ ૧
આવો નટવર નંદ દુલારા રે, મને પ્રાણ થકી છો પ્યારા રે. 
મેં તો તનડું કર્યું તમ કાજે રે, હવે ન ડરું હું લોકની લાંજે રે. 
મારે તમ જેવા શિર સ્વામી રે, હું તો અવિચળ પદવી પામી રે.
તમે મુજ ઉપર થયા રાજી રે, હું તો ત્રિભુવનને શિર ગાજી રે. 
મુક્તાનંદના નાથ સુહાગી રે, મારે જીત્યાની નોબત વાગી રે. 

મૂળ પદ

આવો નટવર નંદ દુલારા રે, મને પ્રાણ થકી છો પ્યારા રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી