રસિયાવર છો ઘણું વ્હાલા રે, રાખું ઉર પર શ્રી નંદલાલા રે૩/૪

પદ ૩/૪ ૧૧૮૭

રસિયાવર છો ઘણું વ્હાલા રે, રાખું ઉર પર શ્રી નંદલાલા રે. ૧.

મારા હૈયાના હાર છો પ્યારા રે, એક નિમિષ તમને ન મેલું ન્યારા રે.૨

મેં તો સહુ થકી પ્રીતી તોડી રે, તમ સંગ અચળ મતિ જોડી રે. ૩.

મેં તો જાણ્યો પ્રતાપ તમારો રે, તેણે સફળ જનમ થયો મારો રે. ૪

મુક્તાનંદ કે કુંજ વિહારી રે, હું તો થઇ રહી નાથ તમારી રે. ૫.

મૂળ પદ

આવો નટવર નંદ દુલારા રે, મને પ્રાણ થકી છો પ્યારા રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી