આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે ૧/૬

આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે;
	ભૂધરજીને ભાવ કરીને, મંદિરમાં પધરાવ્યા રે-આજ૦ ૧
જેહનું ધ્યાન ધરી ધરી મુનિવર, મોહાદિક રિપુ મારે રે;
	તે મારો વાલો આલિંગન કરવા, પ્રેમે શું હાથ પ્રસારે રે-આજ૦ ૨
નૌતમ જોબન નાથ રંગીલો, રંગ વાધ્યો અતિ ભારી રે;
	મોહનવર ઉપર મેં સજની, સરવસ નાખ્યું વારી રે-આજ૦ ૩
જાળવિયું જોબન હરિ સારુ, પ્રેમે પાતળિયે પીધું રે;
	મુક્તાનંદનો નાથ સુહાગી, અખંડ એવાતન દીધું રે-આજ૦ ૪
 

મૂળ પદ

આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી