મેહુલો તે વરસે હરિ મંદિરમાં, રમઝમ કરતાં આવે રે ૨/૬

મેહુલો તે વરસે હરિ મંદિરમાં, રમઝમ કરતાં આવે રે;
	મોરલીના સ્વરમાં મલાર આલાપે, રાગ રાગણી ગાવે રે-મેહુલો૦ ૧
શ્યામ ઘટા ઘનની ચઢી આવી, શ્યામ કોકિલા બોલે રે;
	શ્યામસુંદરની બંસી સુણીને, દિલ વસિયર થઈ ડોલે રે-મેહુલો૦ ૨
મોરલીના તાને ભીને ભીને વાને, મોહી રહ્યું મન મારું રે;
	રસિકરાય વિના પળ જુગ જેવી, ક્યાંય ન લાગે સારું રે-મેહુલો૦ ૩
રાત-દિવસ મુખપંકજ જોતાં, નયણાં તૃપ્તિ નવ પામે રે;
	મુક્તાનંદનો નાથ રસીલો, ખૂબ લગાડી ભામે રે-મેહુલો૦ ૪
 

મૂળ પદ

આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0
 
વિડિયો
ખુશાલ પાટડિયા
મીયા મલ્હાર
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Live
Video
1
0