નિલાતે દીન મારો નાથ પધાર્યો, આ અવસર સુખકારી રે, .૫/૬

પદ પ/૬ ૧૧૯૩

નિલાતે દીન મારો નાથ પધાર્યો, આ અવસર સુખકારી રે, .

અતિ સુંદર છબી નંદ નંદનની રાખું તે ઉર પર ધારી રે.ટેક

આ અવસર જો ન ચેતું સજની, તો જોબન એળે જાય રે,

અવસર ચૂકીને મેઉલો રે આવે, તો શું સુખદાઇ કેવાય રે. નિલાતે ૧

અવસરે મેઉલા આવીને વરસે, અવસરે કોયલ બોલે રે,

અવસરે મોર બપૈયા રે બોલે રે, નહિ કોઇ અવસર તોલે રે, નિલાતે ૨

મારા રે મનની ઇચ્છા સર્વે, સત્ય કરી ગિરધારી રે,

મુક્તાનંદના નાથને મળતાં, થઇ રહી જગથી ન્યારી રે. નિલાતે ૩

મૂળ પદ

આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી