છોગાળા રણછોડની શોભા, જોઇ મોહ્યું મન મારૂ રે૧/૪

પદ ૧/૪ રાગ ગરબી  ૧૨૧૧
 
છોગાળા રણછોડની શોભા, જોઇ મોહ્યું મન મારૂ રે. ટેક
શ્યામને સંગે રાચી હું તો રંગે, બીજું થયું સહુ ખારૂં રે.  છોગાળા ૧
તન ધન પ્રાણ પ્રભુ પર વારૂં, હિંમત કહી ન હાંરે રે.  છોગાળા ૨
લોકની લાજે જે કુળ મરજાદે, ધડક ન મનમાં ધારૂં રે.  છોગાળા ૩
મુક્તાનંદનો નાથ રંગીલો, પ્રીતમ પળ ન વિસારૂં રે.  છોગાળા ૪ 

મૂળ પદ

છોગાળા રણછોડની શોભા, જોઇ મોહ્યું મન મારૂ રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી