શ્યામળીયા રંગછેલ છબીલા, મારે મંદિરિયે આવો રે૪/૪

પદ ૪/૪ ૧૨૧૪

શ્યામળીયા રંગછેલ છબીલા, મારે મંદિરીયે આવો રે.ટેક

મોહનવર મારે ઘરે આવી, તનના તાપ બુજાવો રે. શ્યામળીયા ૧

મુજપર મહેર કરી મનમોહન, કરુણાના ઘન વરસાવો રે. શ્યામળીયા ૨.

રસની રીતમાં કાન કોડીલા જાણ પ્રવીણ કહાવો રે. શ્યામળીયા ૩

મુક્તાનંદના વાલમ મુજને, લાલન લાડ લડાવો રે. શ્યામળીયા ૪.

મૂળ પદ

છોગાળા રણછોડની શોભા, જોઇ મોહ્યું મન મારૂ રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


તેરી શરનમેં
Studio
Audio
0
0