મોહન મારી છો જીવન દોરી૧/૪

પદ ૧/૪ ૧૨૧૫

રાગ : સોરઠ

મોહન મારી છો જીવન દોરી,

નેણની સાનમાં મારું લીધું ચિત્ત ચોરી. ટેક.

જન્મો જન્મની જાદવા રે હું દાસી તોરી,

ચિત્ત ચોરી છેટે રહ્યાં તમે શુદ્ધ ભુલ્યા મોરી. મોહન ૧

કોણ મળી ધુતારડી રે ગુણવંતી ગોરી,

મંદિરે મારે આવતા જેણે ભાંગી છે ઓરી. મોહન ૨.

વિરહને બાણે વાલમાં મારું નાખ્યું કાળજડું કોરી,

મુક્તાનંદના નાથજી તમે ચંદ હું ચકોરી.. મોહન ૩

મૂળ પદ

મોહન મારી છો જીવન દોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી