મોહન મુને પ્રાણ થકી પ્યારા, ૨/૪

પદ ર/૪ ૧૨૧૬

મોહન મુને પ્રાણ થકી પ્યારા,

નટવર તમને નિરખતાં સર્વે તાપ ટળ્યા મારા. ટેક

ગુણસાગર ગોવિંદજી રે ગુણ જોઇ તમારા,

તમ સંગ મનડું માનીયું જાણી નર સૌ નઠારા. મોહન ૧

શોક સંતાપને શામળા રે કાઢ્યા છે બારા,

અતિ આનંદે પ્રેમના છુટે અંતર ફુવારા. મોહન ૨.

પલ એક પ્રીતમ પાતળા રે, નહિ મેલું ન્યારા,

મુક્તાનંદના નાથજી કરી રાખુ દ્રગ તારા. મોહન ૩.

મૂળ પદ

મોહન મારી છો જીવન દોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી