ઓરા આવો ગુણવંત ગિરધારી, ૪/૪

પદ ૪/૪ ૧૨૧૮

ઓરા આવો ગુણવંત ગિરધારી,
મન કર્મ વચને માવજી, હું તો છઉં દાસી તારી.  ટેક.
સેજ સુહાગી ફૂલડે રે સુંદર સમારી, .
રસીક સોહાગી શ્યામળા, જોઉં વાટડી તમારી..  ઓરા ૧
ધડક ન ધરશો રે અંતરે, શું કરશે સંસારી, .
તન મન ધન તમ ઉપરે, નાખું વાલમજી વારી.  ઓરા ૨.
દુર્જનીયાં સૌ દાઝતાં રે, રહેશે જખ મારી,
મુક્તાનંદના નાથજી રે, રાખું ઉર પર સુખકારી.  ઓરા ૩

મૂળ પદ

મોહન મારી છો જીવન દોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી