મોહન તારી મૂર્તિ મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્યારી૧/૪

પદ ૧/૪ ૧૨૨૩

રાગ : ગરબી

મોહન તારી મૂરતી મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્યારી. ટેક

મેં તો તન મન તમને દીધું રે, સર્વે કારજ સુધારી લીધું રે..

મારૂં તમ થકી કારજ સીધું મોહન ૧

તારા મુખડાની માયા લાગી રે, મારા મનની તે ભ્રમણા ભાગી રે. .

હું તો મોહ નિદ્રામાંથી જાગી રે. મોહન ૨

મેં તો તમ સંગ પ્રીતિ જોડી રે, બીજા સર્વ સંઘાથે ત્રોડી રે,

શું કરશે મુરખ મુખ મોડી. મોહન ૩.

છબી જોઇ અલૌકિક તારી રે, તારે વશ થઇ રહી ગિરધારી રે.

જાય મુક્તાનંદ બલિહારી. મોહન ૪.

મૂળ પદ

મોહન તારી મૂર્તિ મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્‍યારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)
સુપન અનુપમ
Studio
Audio
0
0