મોહન તારી મોહની મુને લાગી રે, રસિયા તમશું અનુરાગી૨/૪

પદ ર/૪ ૧૨૨૪

મોહન તારી મોહની મુને લાગી રે, રસિયા તમશું અનુરાગી. ટેક

તારા નેણે ને વેણે લોભાણી રે, મુને ગમતી નથી અન્ય વાણી રે..

તારે વશ થઇ સારંગપાણી. વ્હાલા ૧

મુને રંગ લાગ્યો હવે તારો રે, તેણે સુફળ જન્મ થયો મારો રે, .

મુને લાગ્યો સંસારીડો ખારો. વ્હાલા ૨

મેં તો આશા અસત્યની મેલી રે, તમ સાથે બાંધી દ્રઢ બેલી રે,

તારા ગુણ જોઇ થઇ અલબેલી. વ્હાલા ૩.

કહે મુક્તાનંદ ઉમંગે રે, મારું મન માન્યું તમ સંગે રે,

હું તો રાચી તમારે રંગે. વ્હાલા ૪.

મૂળ પદ

મોહન તારી મૂર્તિ મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્‍યારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી