ઓધાજી અમે વ્હાલાને વિશ્વાસે રહ્યાં રે.૩/૪

પદ ૩/૪ ૧૨૩૦

ઓધાજી અમે વ્હાલાને વિશ્વાસે રહ્યાં રે.  ટેક.
આવ્યાની અવધિ દીધી ચિત્તવૃત્તિ ચોરી લીધી,
કુડાં કુડાં વેણ કહ્યાં રે.  ઓધાજી.૧
લોકડાની લાજ છોડી, પ્રીતમશું પ્રીત જોડી,
માવ સારૂ મેણાં સહ્યાં રે.  ઓધાજી. ૨
રાધા જેવી રાણી ત્યાગી, કુબજાશું પ્રીત લાગી,
તે દુઃખે ભરાય હૈયા રે.  ઓધાજી. ૩
મુક્તાનંદ વ્રજનારી, જાણે એને બ્રહ્મચારી,
જોગ અંગ ભલાં ગ્રહ્યાં રે.  ઓધાજી ૪

મૂળ પદ

ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી