ઓધાજી એવું કુબજા શું તપ કીધું રે.૪/૪

પદ ૪/૪ ૧૨૩૧

ઓધાજી એવું કુબજા શું તપ કીધું રે.  ટેક.
એવી બુદ્ધિ એને આવી, મોહનને મનમાં ભાવી,
શ્યામને ચંદન દીધું રે. --  ઓધાજી ૧
જપ તપ જોગ કરી, પ્રગટ ન પામે હરિ,
સેજમાં કારજ સીધું રે.  ઓધાજી ૨
કમળાનું પદ પામી, ભોગવ્યા સુરેશ સ્વામી, .
અધર અમૃત પીધું રે.  ઓધાજી ૩
મુક્તાનંદ સુખ છેલું, માવશું બંધાય બેલું,
તે તો એણે માગી લીધું રે  ઓધાજી ૪

  

મૂળ પદ

ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી