મળોને પ્રેમથી પ્રગટ પ્રીતમ પ્રાણિયા૪/૪

મળોને પ્રેમથી પ્રગટ પ્રીતમ પ્રાણિયા,
હવે તો જલ્દી આવો ઝટ તમે સુખ ખાણિયા...ટેક
તમે સોણામાં નાથ મને મળ્યા હતા,
મારા કુંવારા હાથ તમે ઝાલ્યા હતા,
તે દિ'ની, બાવરી ફરુ છું શોધુ છું તુજને,
વિરહના તાપમાં મરુ છું મળો મુજને...મળોને૦ ૧
હું તો જીવીશ કેમ તમે આવો વેલા,
મળાય તમને જેમ એવું કરજો વે'લા,
આવોને, સદ્ય સંતો સાથે મારા વ્હાલમાં,
લગાવો હૈયાની સંગાથે ચુમંુ ગાલમાં...મળોને૦ ૨
જ્ઞાનસખીના શ્યામ સુખ આપો હવે,
રડી રડીને આમ ઝુરી મરુ હવે,
તમારા, સાથ વિના નાથ નથી જીવાતું,
નથી રહેવાતું સહેવાતુ ને કોઇને કહેવાતું...મળોને૦ ૩

મૂળ પદ

નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી