પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું પર હર અવર પંપાળ પ્રાણી..૨/૮

પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું, પરહર અવર પંપાળ પ્રાણી;
	પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય વાણી		-૧
કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીતશું સેવે જ્યારે;
	તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીછશે, થાશે હરિજન તત્કાળ ત્યારે		-૨
પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપિવૃંદ કોટી;
	વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી	-૩
શ્રીનારાયણ સ્વામીને પરહરી, જાર ભજનાર સર્વે ખ્વાર થાશે;
	કહે છે મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણિયા, અઘતણા ઓઘ તત્કાળ જાશે	-૪
 

મૂળ પદ

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું

મળતા રાગ

કેદારો પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી